GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાહેર દેવાના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો. (I) કેન્દ્ર સરકારની જામીનગીરીઓએ બિનવેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (II) રાજ્ય સરકારની જામીનગીરીઓ એ વેચાણપાત્ર દેવાંનાં સાધનો છે. (III) ટ્રેઝરી બિલ્સ એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે. (IV) નાની બચતો એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીના આર્ટિકલ્સ દ્વારા અધિકાર હોય તો જ, કંપની શૅરહોલ્ડરના શૅર જપ્ત કરી શકે છે જ્યારે – (I) શૅરહોલ્ડરે હપ્તાના નાણાં ભર્યા ન હોય. (II) નિર્ધારીત કરેલ દિવસે, શૅરહોલ્ડરે કોઇપણ હપ્તો ભરેલ ન હોય અને શૅરહોલ્ડરને ધ્યાન પર લાવવામાં આવ્યા પછી પણ ભરેલ ન હોય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો. (I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે. (II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે. (IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.