GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં કામગીરી અને કાર્યક્રમ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચું છે ?
(I) ભારતમાં PPB પધ્ધતિ અપનાવવાનું સૂચન વીસમી અંદાજ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું.
(II) સમિતિએ બજેટમાં સમાવિષ્ટ યોજના અને ખર્ચની યોગ્ય પ્રશંસા માટે આદર્શ તકનીક માનેલ છે.
(III) વહીવટી સુધારા આયોગની અભ્યાસ ટીમે નાણાંકીય વહીવટના સંદર્ભમાં કામગીરી અંદાજપત્રના ઉપયોગની ભલામણ કરી છે કે જેથી આર્થિક વિકાસના નાણાંકીય અને રાજકોષીય પાસાને જોડી શકાય.

માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
'પ્રાયોગિક રીતે, બાહ્ય દેવાનાં બોજનું માપન એ કેટલાક ગુણોત્તરના અંદાજ દ્વારા થાય છે, જેમાં એક ઋણ સેવા ગુણોત્તર (Debt Service Ratio) છે. ઋણ સેવા ગુણોત્તર શોધવાનું સૂત્ર કયું છે ?

બાહ્ય ઋણ સેવા/કુલ કરવેરા આવક
બાહ્ય ઋણ સેવા/નિકાસ કમાણી
બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે રાષ્ટ્રીય આવક
બાહ્ય ઋણ સેવા/વર્તમાન કિંમતે બચતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો નાબાર્ડ સંબંધિત છે ?
(I) NABARD નું પૂર્ણ નામ National Bank for Agriculture and Radical Development છે.
(II) નાબાર્ડની સ્થાપના 12મી જુલાઈ, 1982માં થઈ.
(III) નાબાર્ડની સ્થાપના 12મી ડિસેમ્બર, 1982માં થઈ.
(IV) તે પ્રાદેશિક ગ્રામીણ બેંકોને પુન:ધિરાણ આપે છે, પરંતુ રાજ્ય સહકારી બેંકોને નહીં.

માત્ર (II)
માત્ર (III) અને (IV)
માત્ર (IV)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું નાણાંકીય નીતિના ધ્યેય તરીકે સ્વીકાર્ય નથી ?

રાજકીય સ્થિરતા
વિનિમય દર સ્થિરતા અને ચૂકવણી સંતુલનમાં સમતુલા
પૂર્ણ રોજગારી
કિંમત સ્થિરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય આવકવેરાના કાયદાની કલમ 14 મુજબ, વ્યક્તિની કઈ આવક / આવકો કુલ ગ્રોસ આવકમાં સમાવેશ થાય છે ?
(I) પગાર
(II) મકાન મિલકતની આવક
(III) ધંધા કે વ્યવસાયની આવક
(IV) મૂડી નફો

માત્ર (II) અને (III)
માત્ર (I) અને (II)
બધાનો સમાવેશ થાય છે.
માત્ર (I), (II) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“મુક્ત વેપાર એ વ્યાપાર નીતિની એવી પધ્ધતિ છે જે ઘરેલું અને વિદેશી વસ્તુઓ વચ્ચે કોઈ જ ભેદ રાખતી નથી અને તેથી વધારાનો બોજ પછી લાદવામાં આવતો નથી અને પહેલાંની કોઈ ખાસ તરફેણ મંજૂર કરવામાં આવતી નથી.’’ મુક્ત વેપારની આ વ્યાખ્યા ___ દ્વારા આપવામાં આવે છે.

જે. એસ. મીલ
એડમ સ્મિથ
હેબરલર
ડેવિડ રિકાર્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP