GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે.
2. તેનું શિખર તારંગાના જૈન દૈવાલયના શિખર જેવું છે.
3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
___ એ ગુજરાતીમાં બીબાં બનાવી 1812 માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું.

ભીમજી શાહ
ફરદુનજી મર્ઝબાન
રણછોડભાઈ શેઠ
જમશેદજી ખોજાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ટ્રીબ્યુનલો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. ટ્રીબ્યુનલોની સ્થાપના માટેની જોગવાઈ કરવા ફક્ત સંસદ જ અધિકૃત છે.
2. રાજ્ય સરકારના કર્મચારીઓની ભરતી અને તમામ સેવા લગતી બાબતોના સંબંધે રાજ્ય વહીવટી ટ્રીબ્યુનલો મૂળ ન્યાય ક્ષેત્ર (original jurisdiction) ભોગવે છે.
3. બંધારણ અનુસાર કેન્દ્ર માટે ફક્ત એક અને દરેક રાજ્ય અથવા બે કે તેથી વધુ રાજ્યો માટે એક ટ્રીબ્યુનલની સ્થાપના કરી શકાશે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.
કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.
જો ચોખાની મૂળ કિંમત રૂા. 45 પ્રતિ કિ.ગ્રા. હોય અને કારખાના Q દ્વારા પ્રતિ કિ.ગ્રા. ચોખા પર મૂળ કિંમતના 20% જેટલો નફો મળ્યો હોય તો કારખાના Q ને થયેલ કુલ નફો કેટલો હશે ?

રૂા. 5,404
રૂા. 5,256
આપેલ પૈકી કોઈ નહીં
રૂા. 5,346

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો.
• આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.
• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.
• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.
• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.
• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.
• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.
આંધ્રપ્રદેશે ક્યા વારે પ્રદર્શન રજૂ કર્યું ?

સોમવાર
ગુરૂવાર
આપેલ પૈકી એક પણ નહીં
બુધવાર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP