GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે. 2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે. 3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે. 4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના નવા કાર્યક્રમ “1000 ખેડૂત ઉત્પાદક સંગઠનોનું ગઠન અને પ્રોત્સાહન” (Formation and Promotion of 10,000 Farmer Producer Organizations - FPOs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ યોજના 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનોનો વિકાસ કરશે. II. આ યોજના નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતોને સંકલિત કરશે. III. આ યોજના 2020 સુધીમાં ખેતી નિકાસ બમણી કરવામાં મદદ કરશે. IV. ખેડૂત ઉત્પાદક સંગઠનનો ક્લસ્ટર ખેતીને ઉત્તેજન આપશે.