GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં આરંભ થયેલ નવા આર્થિક સુધારામાં ___ સમાવિષ્ટ છે. 1. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે મેક્રોઈકોનોમીક સ્થિરીકરણ (Microeconomic Stabilization as Supply side Management) 2. પૂરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે માળખાગત સુધારા (Structural Reforms as Supply side Management) 3. માંગ પાસાલક્ષી વ્યવસ્થા તરીકે આર્થિક સમાયોજન (Fiscal adjustment as demand-side adjustment)
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું. III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection) IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
NITI આયોગની ઈન્ડીયન ઈનોવેશન ઈન્ડેક્ષ - 2020 ની બીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં કર્ણાટક સૂચિમાં પ્રથમ સ્થાને છે. II. કેન્દ્ર શાસિત વિસ્તારોના વર્ગમાં દિલ્હી સૂચિમાં પ્રથમ સ્થાને છે. III, મુખ્ય (major) રાજ્યોના વર્ગમાં ગુજરાત બીજા ક્રમે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગોવા ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચર દ્વારા મૂકવામાં આવેલાં સ્થાનિક શહેરી સંસ્થા સુધારાઓ (Urban Local Bodies reforms) પૂર્ણ કરનાર છઠ્ઠું રાજ્ય બન્યું છે. અન્ય પાંચ રાજ્યો ક્યાં છે ?
કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, બિહાર અને ઝારખંડ
આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રીપુરા
છત્તીસગઢ, ઓડિસ્સા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને અરૂણાચલ પ્રદેશ