GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો.
2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા.
3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.

ફક્ત 1
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. હિરા ખૂબ જ ઊંચો ગલન આંક (Melting point) ધરાવે છે.
2. ગ્રેફાઈટ ઊંજણ (lubricant) તરીકે કાર્ય કરી શકે છે.
3. ગ્રેફિન (Graphene) એ શુધ્ધ કાર્બનનું પાતળું સ્તર છે.
4. ગ્રેફિન (Graphene) ગરમીનું સૌથી ખરાબ વાહક (conductor) છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આર.બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી.
2. તે માત્ર શહેરની જ નહી પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી.
3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP