GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ.
આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે.
જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
___ ખાતેના શિલાલેખો દ્વારા ચોલ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે.

ઉરૈયુર
કાંચીપુરમ્
તંજાવુર
ઉતિરમેરૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
X અને Y ની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. તથા 5 વર્ષ પછી તે 7:10 થશે. તો આજથી 15 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થશે ?

4 : 5
3 : 4
3 : 5
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે.
3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. બૃહદેશ્વર મંદિર
II. શોર મંદિર
III. તુંગનાથ
IV. વિરુપક્ષા
a. મહાબલિપુરમ્
b. તંજાવુર
c. હમ્પી
d. રૂદ્રપ્રયાગ

I-b, II-a, III-d, IV-c
I-c, II-d, III-a, IV-b
I-a, II-b, III-c, IV-d
I-b, II-c, III-d, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ ___ છે.

શક, કુશાણો, ગ્રીક, પહલવીઓ
પહલવીઓ, ગ્રીક, કુશાણો, શક
ગ્રીક, શક, પહલવીઓ, કુશાણો
શક, કુશાણો, પહલવીઓ, ગ્રીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP