GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે.
આપેલ પૈકી કોઈ નહીં
કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું.
II. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું.
III. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો.

ફક્ત I
ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફ્યુચરીસ્ટીક હાઈ એલ્ટીટ્યુડ સ્યુડો સેટેલાઈટ (Futuristic High Altitude Pseudo Satellite) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. એ એક એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં માનવ સહિત વિમાન સીમાઓની અંદર કામગીરી કરશે અને માનવરહિત વિમાન દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
II. તે 700 કિલોમીટરના અંતરે લક્ષ્યાંક પર સીધો પ્રહાર કરી શકે છે અથવા 350 કિલોમીટર સુધી જઈ પરત આવી શકે છે.
III. આ ટેકનોલોજીનું નામકરણ કમ્બાઈન્ડ એર ટીમીંગ સીસ્ટમ (CATS) કરવામાં આવ્યું છે.
IV. આ ટેકનોલોજી વિકસાવવામાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ ભાગીદાર છે.

ફક્ત I
ફક્ત I, II અને III
I, II, III અને IV
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આઝાદી પૂર્વેના ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પદ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું ?

કાર્યકાળની સુરક્ષા પદ્ધતિ
જમીનદારી પદ્ધતિ
રૈયતવારી પધ્ધતિ
મહાલવારી પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
મધ્યાવરણમાં જેમ ઉંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
સમતાપ આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
ક્ષોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર મહત્તમ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP