GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બાબતે સાચુ / સાચાં નથી ? i. તે માર્ચ 2015 માં શરૂ કરવામાં આવી. ii. તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવશે. iii. તે 300 મીલીયન યુવાઓને તાલીમ પૂરી પાડશે. iv. તે ધોરણ X અને XII ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે. ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે. iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં શ્રીહરિકોટાથી ISRO ના PSLV C47 દ્વારા પ્રક્ષેપણ કરેલા CARTOSAT-3 અને અન્ય 13 ઉપગ્રહોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. CARTOSAT-3 એ ઈસરોનું ત્રીજી પેઢીનું અદ્યતન પૃથ્વી નિરીક્ષણ અને મેપીંગ સેટેલાઈટ છે કે જે ઉચ્ચ રેઝોલ્યુશન ઈમેજીંગ ક્ષમતા ધરાવે છે. ii. CARTOSAT શ્રેણીનો આ 9મો ઉપગ્રહ હતો. iii. CARTOSAT-3, પૃથ્વી નિરીક્ષણ યુનાઈટેડ સ્ટેટ (US) થી અન્ય 13 નેનો ઉપગ્રહો સાથે સૂર્યની સૂમેળ ભ્રમણકક્ષા (Sun Synchronous Orbit (SSO)) માં પ્રક્ષેપણ કરવામાં આવ્યો. iv. CARTOSAT-3 1,625 કિ.ગ્રા વજન ધરાવે છે જેનું મિશન આયુષ્ય 5 વર્ષનું છે.