GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.
II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.
III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો.

ફક્ત II અને III
ફક્ત III
ફક્ત II
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડો છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે ?

4%
2%
6%
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?
1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો.
3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.
4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
15
21
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જો 'Q' એટલે '×' ; R એટલે '-' ; T એટલે '÷' અને W એટલે '+' ; તો 20R12T4Q6W5 નું મૂલ્ય કેટલું થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
7
17
-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

માત્ર 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP