GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં પ્રસ્તાવો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ખાનગી સભ્ય પ્રસ્તાવ (Private Member Resolution) – તે ફક્ત બપોરની બેઠકમાં એકાંતર (alternative) શુક્રવારે ચર્ચા કરવામાં આવે છે. 2. સરકારી પ્રસ્તાવ – તે સોમવારથી ગુરૂવાર સુધીમાં કોઈપણ દિવસે હાથ ઉપર લઈ શકાય છે. 3. વૈધાનિક પ્રસ્તાવ – તે ફક્ત મંત્રીઓ દ્વારા જ રજૂ કરી શકાય છે. 4. વૈધાનિક પ્રસ્તાવ – તે હંમેશા બંધારણની જોગવાઈઓ અથવા સંસદના કાયદા અનુસાર મેજ ઉપર મૂકવામાં આવે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. નાભિ (Core) - તે વધુ ઈંધણ ધરાવે છે અને ઊર્જા ઉત્પાદન માટે જરૂરી ઉષ્મા પેદા કરે છે. 2. ન્યુટ્રોન પોઈઝન - ન્યુટ્રોન પોઈઝન એક મોટા ન્યુટ્રોન શોષણ આડછેદ (Neutron absorption cross section) સાથેનો પદાર્થ છે. ૩. કુલન્ટ (Coolant) – તે જે વધારાની ઉષ્મા પરિવર્તીત અથવા સ્થાનાંતરિત ના થાય તેને દૂર કરે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) ની અધતન ટેકનોલોજી “એર ઈન્ડીપેન્ડન્ટ પ્રોપલઝન” (AIP) બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. આ ટેકનોલોજી સબમરીનને પાણી નીચે લાંબા સમયગાળા સુધી ડુબાડેલી રાખી શકે છે. 2. આ સીસ્ટમ સબ-સરફેસ પ્લેટફોર્મને ન્યુક્લિયર સબમરીન કરતાં વધુ શાંત બનાવી ઘાતક પણ બનાવે છે. 3. ભારતીય નૌકાદળ આ ટેકનોલોજી તેનાં યુધ્ધ જહાજો (frigates) ઉપર ગોઠવવા માટે આયોજન કરી રહ્યું છે.