ટકાવારી (Percentage)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% ૨કમના પુસ્તકો અને 25% ૨કમની નોટબુક, કંપાસ તેમજ 10% ૨કમની સ્કુલબેગ ખ૨ીદી અને તેણે બાકી વધેલી રકમ રૂા. 1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી ૨કમ આપી ?
ટકાવારી (Percentage)
બરફનો ઉત્પાદક બ૨ફની કિલોગ્રામદીઠ કિંમત રૂ. 5 હતી ત્યારે 620 કિલોગ્રામ બરફ અઠવાડિયે વેચતો હતો. હવે બરફની કિંમત ઘટીને કિલોગ્રામ દીઠ રૂ. 2.50 થઈ ત્યારે તેનું અઠવાડિક વેચાણ 480 કિલોગ્રામ થાય છે. પુ૨વઠાની મૂલ્ય સાપેક્ષતા કયા પ્રકા૨ની હશે તે ટકાવારી પદ્ધતિથી નક્કી કરો.
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર રહે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?