GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતમાં તાજેતરની ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ શ્રેણી 2021 બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારતે આ ટેસ્ટ શ્રેણી જીતી અને એન્થની ડી મેલો ટ્રોફી 3-1 ના તફાવતથી હાંસલ કરી.
2. આ ટેસ્ટ શ્રેણીમાં રવિચંદ્રન અશ્વિન મેન ઓફ ધ સીરીઝ અને 3 મેન ઓફ ધ મેચના પુરસ્કારો જીત્યો.
3. રવિચંદ્ર અશ્વિન સૌથી ઝડપી 400 વિકેટો લેનાર બીજો બોલર બન્યો. તેણે આ પ્રાપ્ત કરવા માટે 70 ટેસ્ટ લીધી.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાજકોષીય ખાધ (Fiscal deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાધને ___ કહે છે.

અંદાજપત્રીય ખાધ
પ્રાથમિક ખાધ
મૂડી ખાધ
મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના સૂચિત રાષ્ટ્રીય રેલ પ્લાન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ પગલું માલભાડામાં રેલ્વેનો હિસ્સો 45% સુધી વધારવા માટે લેવામાં આવ્યું હતું.
2. ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં ભવિષ્યની તૈયાર રેલ્વે સીસ્ટમની સ્થાપના કરવા માટે રાષ્ટ્રીય રેલ પ્લાન (NRP) તૈયાર કર્યો.
3. સમગ્ર સેવા ગુણવત્તા અને કામગીરી કાર્યક્ષમતા વધારવા ભારતીય રેલ્વે ઉતારુ ગાડી (passenger train) માટે સંપૂર્ણ ખાનગી અભિગમ (Complete Private Approach) (CPA) હાથ ધરી રહી છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008ની ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. ગામ ન્યાયાલયના પ્રિસાઈડીંગ ઓફીસર (ન્યાયાધીકારી)ની નિમણૂંક રાજ્ય સરકાર વડી અદાલત સાથે પરામર્શમાં રહીને કરશે.
2. દરેક પંચાયત માટે મધ્યવર્તી સ્તરે ગ્રામ ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવશે.
3. ગ્રામ ન્યાયાલયો ફક્ત દીવાની અદાલતોની સત્તા ધરાવશે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP