સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માલની આયાતના કિસ્સામાં ચૂકવવામાં આવતા દરિયાઈ માલ પરનો GST ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાઉન્સિલની ભલામણો તેમના માટે બંધનકર્તા નથી. તથા સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતો આવ્યો છે કે કેન્દ્ર ભારતીય આયાતકારો પર દરિયાઈ માલ માટે ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) લાદી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે લોકશાહીના સારા માટે ‘સહકારી સંઘવાદ'ના મહત્વને સમર્થન આપતા તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય GST પર કાયદો ઘડવા માટે ‘એક સમાન અને અનન્ય શક્તિઓ’ ધરાવે છે.
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ‘ઈથેનોલ નેટવર્ક અગેઈન્સ્ટ ફૂડ ક્રાઈસિસ’ (GNAFC) દ્વારા ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ 2022’ નામનો વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે વર્ષ 2020ની તુલનામાં 2021માં 40 મિલિયનથી વધુ લોકોએ કટોકટીના સ્તરે અથવા વધુ ખરાબ ખાધ અસુરક્ષાનો અનુભવ કર્યો છે. 2. આ રિપોર્ટ અનુસાર ઈથોપિયા, દક્ષિણ મેડાગાસ્કર, દક્ષિણ સુદાન અને યમનમાં અડધા મિલિયનથી વધુ ખરાબ ખાદ્ય અસુરક્ષાથી પીડાય છે. 3. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 3.5 મિલિયન લોકોએ અત્યંત ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે. 4. 53 દેશો અથવા પ્રદેશોમાં 193 મિલિયનથી વધુ લોકોએ 2021માં કટોકટી અથવા તીવ્ર ખાધ અસુરક્ષાના ખરાબ સ્તરનો અનુભવ કર્યો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.