GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ?
1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice)
2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા
4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.

માત્ર 2,3 અને 4
1,2,3 અને 4
માત્ર 1,2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો અવકાશ પ્રૌદ્યોગિકી (સ્પેસ ટેકનોલોજી) બાબતે સાચાં છે ?
i. MEO પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષાને મધ્યવર્તી વર્તુળ ભ્રમણ કક્ષા -ઇન્ટરમિડીએટ સર્ક્યુલર ઓર્બીટ પણ કહેવાય છે.
ii. MEO ને ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહેવાય છે કારણ કે ઉપગ્રહ આ ભ્રમણ કક્ષામાં ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે.
iii. આ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે.

ફક્ત i અને ii
i,ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના બેરોજગારી / રોજગારીની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. જે વ્યક્તિ એક કલાક માટે કામ કરે પણ ચાર કલાક કરતાં ઓછું કામ કરે તો તેણે અડધો દિવસ માટે કામ કર્યું હોવાનું ગણાશે.
ii. જ્યારે વ્યક્તિ દિવસ દરમ્યાન ચાર કલાક કે તેથી વધારે કામ કરે તો તે આખા દિવસ માટે કાર્યરત છે એમ ગણાશે.
iii. હાલનો દૈનિક સ્થિતિ બેરોજગારીનો દર કોન્ટ્રાક્ટ દર (Contract rate) છે.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i,ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
ધોરણ 7, 8 અને 9 ના કુલ છોકરાઓની સંખ્યાની સરેરાશ અને ધોરણ 6, 7 અને 8 ની કુલ છોકરીઓની સંખ્યાની સરેરાશનો તફાવત આશરે કેટલો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
51.67
58.97
48.25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP