GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
74મા બંધારણીય સુધારા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. બંધારણનો ભાગ IX A એ શહેરી સ્થાનિક સંસ્થાઓને લગતો છે. 2. નગર પંચાયત એ ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં પરિવર્તીત થઈ રહેલા ક્ષેત્રો માટે છે. 3. તે પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી તમામ નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓના બંધારણની જોગવાઈ પૂરી પાડે છે. 4. કલમ 243-I અંતર્ગત નાણા આયોગની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો. 2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુક્ય વંશના રાજા મૂળરાજન હરાવ્યો હતો. 3. તૈલપા - બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વિવિધ પ્રકારના ખડકો વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ? 1. અતિક્રમિત (Intrusive) આગ્નિકૃત ખડકો એ પ્લુટોનિક ખડકો તરીકે પણ જાણીતા છે. 2. જળકૃત ખડકો એ સ્તરીકૃત ખડકો કહેવાય છે. 3. આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઇટ એ રૂપાંતરીત (Metamorphic) ખડકોના ઉદાહરણો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.