આર્ય સંસ્કૃતિ સાચા અર્થમાં "પંચાયતી રાજ", "ગ્રામ સભા" અને "લોકશાહી"ની જનની કહી શકાય.
1857 ના બળવા પછી, રિપન ધ્વારા 1862 માં નગરપાલિકાઓની સ્થાપના કરવામાં આવી અને તેના પરિણામે 1869 માં મુંબઈ લોકલફંડનો કાયદો અમલમાં આવ્યો. ભારતમાં રિપનને સ્થાનિક સ્વરાજનો પિતા માનવામાં આવે છે.
ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત ઇસ. 1951 માં થઈ જેમાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબીસ યોજના તરીકે ઓળખવામાં આવે છે જેની શરૂઆત વર્ષ 1956 અને તેમાં પ્રાધાન્ય ભારે ઉદ્યોગોને આપવામાં આવ્યું.
ગુજરાતમાં પંચાયતી રાજ માટેની વિભિન્ન સમિતિઓ અને તેની ખૂબ જ અગત્યની ભલામણો અને વર્ષ નીચે મુજબ છે:
બળવંતરાય મેહતા સમિતિ (રાષ્ટ્રિય સમિતિ, ગહન વર્ષ - 1956, અહેવાલ વર્ષ - 1957)
1. બળવંતરાય મેહતા સમિતિની ભલામણોને અંતર્ગત શ્રી જવાહર લાલ નેહરૂના હસ્તે રાજસ્થાનના નગોર જિલ્લામાં 02-10-1959 પંચાયતી રાજનો પ્રારંભ કરવામાં આવ્યો.
2. 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજ માટે "રસિકલક પરીખ"ની અધ્યક્ષતામાં 15 સભ્યોની એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. તેમની સમિતિની ભલામણોના અંતર્ગત ગુજરાત પંચાયત અધિનિયમ - 1961 ઘડવામાં આવ્યો.
3. 1962 માં ભારત-ચીન યુદ્ધને કારણે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1963થી કરવામાં આવ્યો.