ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં ‘અ’ ને 'બ' કરતાં 9 માર્ક વધારે મળે છે અને તેને મળેલ માર્ક ‘અ’ અને 'બ’ ના માર્કના સરવાળાનાં 56% થાય છે. આ સંજોગોમાં બંનેને કેટલા માર્ક મળેલ હશે ?
અ = x+9 બ = x કુલ માર્ક = x+9+x = 2x+9 x+9 = (2x+9) × 56/100 x+9 = (2x+9) × 14/25 25x + 225 = 28x + 126 28x - 25x = 225 - 126 3x = 99 x = 33 આમ 'બ' ને 33 માર્ક અને 'અ' ને 33+9 = 42 માર્ક મળે.
ટકાવારી (Percentage)
છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે. અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે ?
ટકાવારી (Percentage)
એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40% વિદ્યાર્થી હોકી રમે છે. 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, તો એકપણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ?
100% - 60% = 40% રમત ન રમતા વિધાર્થીઓ = 60 × 40/100 = 24 સમજણ 30% - 10% = 20% 40% - 10% = 30% 60% કોઈપણ રમત રમે તો રમત ન રમતાં વિધાર્થી માટે 100% માંથી 60 % બાદ કર્યા.
ટકાવારી (Percentage)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% ૨કમના પુસ્તકો અને 25% ૨કમની નોટબુક, કંપાસ તેમજ 10% ૨કમની સ્કુલબેગ ખ૨ીદી અને તેણે બાકી વધેલી રકમ રૂા. 1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી ૨કમ આપી ?