GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી. 2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી. 3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. 4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે ? 1. આંતર-રાજ્ય પરિષદ 2. સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન 3. નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક બસ કોઈપણ રોકાણ વિના સરેરાશ 70 કિમી / કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 50 કિમી / કલાકની ઝડપે કાપે છે. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ હશે ?