GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય. 2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય. 3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો. 2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી. 3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી. 2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે. 3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે. 4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ધ્વનિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે અને તે સ્પંદનો દ્વારા ઉત્પન્ન થાય છે કે જે રેખાંશિક અને યાંત્રિક હોય છે. 2. ધ્વનિના તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જઈ શકતાં નથી. 3. 2000 Hz કરતા વધુ આવૃત્તિ (frequency) ધરાવતા ધ્વનિ તરંગોને અલ્ટ્રાસોનીક્સ (Ultrasonics) કહેવામાં આવે છે.