GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે.
2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી.
3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.

ફક્ત 1
ફક્ત 1 અને 2
આપેલ પૈકી કોઈ નહીં
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કોણે મૈસૂરની તાકાતને કચડી નાખી, હૈદરાબાદ અને અવધ ઉપર કુલમુખત્યારશાહી બ્રિટીશ અંકુશ સ્થાપ્યો, તાંજોર, સુરત અને કર્ણાટકના રાજ્યોનો વહીવટ લઈ લીધો અને પેશવા અંગ્રેજ સહાય પર જ આધાર રાખતો થાય તેવી સ્થિતિ નિર્માણ કરી ?

વૉરન હેસ્ટિંગ્સ
કૉર્નવોલિસ
વેલેસ્લી
મીન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે.
2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે.
3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
બરાબર બે જ રંગ ગમતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ?

130
125
110
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?

રૂ. 39,800
રૂ. 38,000
રૂ. 34,600
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP