GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો. (I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે. (II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે. (IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા... (I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું. (II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ? (I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે. (II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે. (III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે. (IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે : (I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી. (II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.