GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.
(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.
(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દેશની રાજકોષીય નીતિને અંકુશિત કરવા માટે મહેસુલ વિભાગ અને ખર્ચ વિભાગ પોતાની ભૂમિકા ભજવે છે. કયા બે વૈધાનિક બોર્ડ દ્વારા તે થાય છે ?

CDBT અને CBIC
CBDT અને CBIC
CBDT અને CIBC
BBDT અને CCIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ?
(I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય.
(II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય.
(III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.

માત્ર (I) અને (II)
આપેલ તમામ
માત્ર (II)
માત્ર (I)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં કામગીરી અને કાર્યક્રમ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચું છે ?
(I) ભારતમાં PPB પધ્ધતિ અપનાવવાનું સૂચન વીસમી અંદાજ સમિતિ દ્વારા આપવામાં આવેલ હતું.
(II) સમિતિએ બજેટમાં સમાવિષ્ટ યોજના અને ખર્ચની યોગ્ય પ્રશંસા માટે આદર્શ તકનીક માનેલ છે.
(III) વહીવટી સુધારા આયોગની અભ્યાસ ટીમે નાણાંકીય વહીવટના સંદર્ભમાં કામગીરી અંદાજપત્રના ઉપયોગની ભલામણ કરી છે કે જેથી આર્થિક વિકાસના નાણાંકીય અને રાજકોષીય પાસાને જોડી શકાય.

માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગની મૂલ્યસાપેક્ષતા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તે પછી સાચો વિકલ્પ પસંદ કરો.
(I) માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાને ઊભા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(II) માંગની સંપૂર્ણ મૂલ્યસાપેક્ષતાને આડા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(III) માંગની સંબંધિત મૂલ્ય સાપેક્ષતાને નીચે તરફ ઢળતા સમતલ માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(IV) માંગની સંબંધિત મૂલ્ય નિરપેક્ષતાને નીચે તરફ ઢાળવાળા સખત માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (II) જ સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય ગ્રામીણ બેંકની સંદર્ભમાં સાચો જવાબ પસંદ કરો.

‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ અખિલ ભારતીય ગ્રામીણ ક્રેડિટ સર્વે સમિતિ દ્વારા કરવામાં આવી હતી.
'ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 'દાંતાવાલા સમિતિ' દ્વારા 1978 માં કરવામાં આવી હતી.
‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ 1972 માં પ્રકાશિત બેંકિંગ કમીશન રિપોર્ટમાં કરવામાં આવેલ હતી.
‘ગ્રામીણ બેંક’ની સ્થાપનાની દરખાસ્ત સૌ પ્રથમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1975માં કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP