GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. બ્રહ્મોસ (Brahmos) એ મધ્યમ શ્રેણીનું રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ (ramjet supersonic cruise missile) છે, કે જેનું સબમરીન, વહાણ, હવાઈજહાજ અથવા ભૂમિ પરથી પ્રક્ષેપણ થઈ શકે છે.
ii. બ્રહ્મોસ (Brahmos) નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદી પરથી પાડવામાં આવ્યું છે.
iii. ભારતીય હવાઈ દળે તેની હવાઈ આવૃત્તિ (Air version)નું પરીક્ષણ Su-30 MKI લડાયક વિમાન પરથી કરેલ છે.
iv. બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌસેનામાં 2015 ના વર્ષથી સેવામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.

i, ii, iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે.
ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે.
iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જાહેર હિતની અરજી - પબ્લીક ઈન્ટરેસ્ટ લિટિગેશનનો વિચાર નીચેના પૈકી કયા દેશમાં ઉદ્ભવ્યો હતો ?

સ્વીડન
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરીકા
ઓસ્ટ્રેલિયા
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (Multi-dimensional Poverty Index)ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?

માતૃ મૃત્યુ દર
વીજળીની ઉપલબ્ધતા
ટેલીફોનની ઉપલબ્ધતા
ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?

અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે.
મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી.
આપેલ તમામ
આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
"ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી.

અરવિંદ ઘોષ
લાલા લાજપતરાય
સુભાષચંદ્ર બોઝ
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP