GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.
II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે.
III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.

I, II અને III
ફક્ત III
ફક્ત I અને II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
1773 ના નિયામક ધારા (Regulating Act of 1773) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ ધારા દ્વારા સૌ પ્રથમ વાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ મળી.
2. આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરો બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા.
3. આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ?

35%
5%
આપેલ પૈકી એક પણ નહીં
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ચોથી અનુસૂચિ - રાજ્યસભામાં બેઠકોની ફાળવણી
2. દસમી અનુસૂચિ - ધારાસભાઓમાં સભ્યોના ગેરલાયક હોવા બાબતની જોગવાઈઓ
3. સાતમી અનુસૂચિ - કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી
4. છઠ્ઠી અનુસૂચિ - કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટ અંગેની જોગવાઈઓ

માત્ર 1 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું ?

મહીપતરામ નીલકંઠ
વિદ્યાગૌરી નીલકંઠ
હરકોર શેઠાણી
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતાં છે ?
I. વૃંદાવન સોલંકી
II. ખોડીદાસ પરમાર
III. મનહર મકવાણા
IV. દેવજીભાઈ વાજા

ફક્ત I અને II
ફક્ત I, II અને III
I, II, III અને IV
ફક્ત II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP