GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ટીળકના હોમરૂલ લીગ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરી II. પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા. III. ભાષાકીય રાજ્યોના ગઠનની પણ માંગ કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રમેશે તેની કંપનીના પાંચ ઉપ પ્રમુખોના માસિક પગારનું વિશ્લેષણ કર્યું. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂ. 5 લાખ છે તથા તેનો એકમાત્ર બહુલક રૂ. 8 લાખ છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુતમ પગાર (રૂ. લાખમાં) નો સરવાળો દર્શાવે છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો. 2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું. 3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી. 4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.