GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આર્થિક સુધારાની શરૂઆત 1991 માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ ___ હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો. 2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે. ૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે. 4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે. 2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે. ૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે. 4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.