GPSC PI Prelim Exam Paper 03 January 2021
મહેસૂલી ખાધ (Revenue Deficit) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે.
ii. તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાને લે છે.
iii. ધ ફીસકલ રીસ્પોન્સીબ્લીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાધ ઘટાડીને GDP ના 3% કરવાની રહે છે.

i,ii અને iii
ફક્ત i
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શ્રી બી એન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી હતી ન્યાયપાત્ર અને બિનન્યાયપાત્ર.
2. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
3. મિનરવા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયે ઘોષિત કર્યું કે મૂળભૂત હક્કો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ ગેરબંધારણીય છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ?
i. ગૃહ
ii. સહાય અને પુનઃવસવાટ
iii. માહિતી અને પ્રસારણ
iv. કૃષિ

ફક્ત i અને ii
ફક્ત i,ii અને iii
i,ii,iii અને iv
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલૂમ પડ્યું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે. આથી સુધારા બાદ, નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે ?

20
18
આપેલ પૈકી એક પણ નહીં
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ?
i. લિચ્છવિ
ii. વાકાટક
iii. નાગ
iv. કદંબ

ફક્ત ii અને iii
i.ii.iii અને iv
ફક્ત i અને iii
ફક્ત i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. માણેકઠારી પૂનમનો મેળો
b. મેઘ મેળો
c. રૂપાલની પલ્લીનો મેળો
d. ચૂલ મેળો
i. અગ્નિદેવ
ii. વરદાયિની માતા
iii. મેઘરાજા
iv. રણછોડરાયજી

a-i, b-ii, c-iv, d-iii
a-iv, b-iii, c-i, d-ii
a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP