GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર આશરે 196 લાખ હેક્ટર છે. 2. કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 99.66 લાખ હેક્ટર ખેતીલાયક ક્ષેત્ર હેઠળ છે. 3. સિંચાઈ હેઠળનો કુલ એકંદર વિસ્તાર 56.14 લાખ હેક્ટર છે કે જે પાક વિસ્તારના 45.97% જેટલો છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મૂળભૂત હક્કો અને કાનૂની હક્કો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મૂળભૂત હક્કોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે. 2. કાનૂની હક્કોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે. 3. ભારતના બંધારણમાં ભાગ III સિવાય કોઈપણ ભાગમાં કાનૂની હક્કોની જોગવાઈ કરવામાં આવી છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. PMJJBY 18 થી 50 વર્ષ સુધીના વયજૂથવાળાં લોકો કે જેઓ બેન્ક ખાતું ધરાવે છે અને આ યોજનામાં જોડાવવા તેમજ 'ઓટો ડેબિટ (auto debit)' શરૂ કરવા માટેની સહમતી આપી હોય, તેઓ માટે ઉપલબ્ધ છે. ii. લાઈફ કવર રૂ. બે લાખનું રહેશે કે જે પહેલી જૂનથી 31મી મે સુધીનું રહેશે અને તેને ફરીથી તાજું/નવીનીકરણ કરાવી શકાશે. iii. ફક્ત અકસ્માત મૃત્યુના કિસ્સામાં આ યોજના હેઠળ જોખમનું કવરેજ રૂ. બે લાખનું છે.