GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો. 2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે. ૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે. 4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. PSLV - તેના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ધન અને પ્રવાહી બળતણ વપરાય છે. GSLV – તેના ત્રણ તબક્કા હોય છે અને ત્રણેય તબક્કાઓ માત્ર ઘન બળતણનો જ ઉપયોગ કરે છે. 3. રીયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) - ISRO એ તેનું ત્રણ વખત પ્રક્ષેપણ સફળતાપૂર્વક કર્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે. 2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે. 3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે. 4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.