GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. 2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે. 3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ભાવનગરના મહારાજા તખતસિંહજીએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈનને ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી. II. ખંડેરાવ ગાયકવાડે 1908 માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. III. સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે 1862 માં શરૂ કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?