GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ?
1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે.
2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આધિકૃત રીતે (On record) સૌથી જુના ડી.એન.એ. ___ ના દાંતમાંથી મેળવ્યાં છે.

ભારતીય વાઘ
સાઈબીરીયન પ્રાચીન હાથી (Mammoth)
આફ્રિકન સિંહ
ઓસ્ટ્રેલીયન કાંગારૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે.
2. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઈટનો સમૃધ્ધ સ્ત્રોત છે.
3. ગુજરાતમાં મેંગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી.
4. છોટાઉદેપુર ખાતે ફલોરસ્પારની ખાણ જોવા મળે છે.

માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ સિંચાઈ પ્રણાલી / પધ્ધતિ ટ્રીકલ સિંચાઈ તરીકે પણ ઓળખાય છે ?

સરફેસ સિંચાઈ
બેઝીન સિંચાઈ
ટપક સિંચાઈ
ફુવારા સિંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. દક્ષિણ ગુજરાત – સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ
2. મધ્ય ગુજરાત – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર
૩. ઉત્તર ગુજરાત – સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ
4. સૌરાષ્ટ્ર – અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર

માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?
વિસ્તાર - ચક્રવાતનું નામ

દક્ષિણ આફ્રિકા - વીલી-વીલી (Willy-Willy)
ચીન - ટોર્નેડો
ઓસ્ટ્રેલિયા - હરિકેન
હિંદ મહાસાગર - ઉષ્ણકટિબંધીય ચક્રવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP