GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે.
2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે.
3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.

માત્ર 1, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે ?

નાણા મંત્રાલય
મજદૂર બ્યૂરો
સામાજિક ન્યાય મંત્રાલય
ભારતીય રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આર્થિક સુધારાની શરૂઆત 1991 માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ ___ હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું.

તકનીકી સુધારા લાવવાના
ઘરેલું બજારમાં સ્પર્ધા ઉભી કરવાના
માંગના ઘટાડાને પહોંચી વળવાના
ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે ?

સિલીકા
આપેલ પૈકી એક પણ નહીં
લોહ
એલ્યુમિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે.
શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે.
સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP