GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે.
2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે.
3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઈજિપ્તમાં તાજેતરમાં થયેલા ખોદકામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઈજિપ્તના લક્સર (Luxor) શહેરમાં 3000 વર્ષ જૂનું ગામ ખોદકામમાં મળી આવ્યું છે.
2. આ ગામ 18મા રાજવંશના રાજા આમીનહોટેપ III ના રાજના સમયનું છે.
3. આ ગામ સુએઝ નહેરના પશ્ચિમ કિનારે આવેલું છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
1857ના વિપ્લવ દરમિયાન ઓક્ટોબરમાં અમદાવાદમાં ઘડાયેલી યોજના મુજબ પ્રથમ વડોદરા પર હલ્લો કરી, ખંડેરાવને પદભ્રષ્ટ કર્યા બાદ ગુજરાતમાં અંગ્રેજોના શાસનને નાબુદ કરવાનું ધ્યેય હતું. આ યોજનામાં મુખ્ય વ્યક્તિઓ નીચેના પૈકી કોણ હતાં ?
1. મહારાજા ખંડેરાવનો સાવકો ભાઈ બાપુ ગાયકવાડ
2. પાટણના મગનલાલ વાણિયા
3. આણંદના મુખી ગરબડદાસ

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌરાષ્ટ્રમાં વાઘજી આશારામ અને મૂળજી આશારામે ___ 1978 માં સ્થાપી હતી.

મોરબી સુબોધ નાટક મંડળી
ધ્રાંગધ્રા નાટક મંડળી
હળવદ દેશી નાટક મંડળી
વાંકાનેર આર્યવર્ધક નાટક મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વટહુકમનું ઉત્કૃષ્ટ વર્ણન છે ?

ધારાસભાની કારોબારી સત્તા
કારોબારીની વૈધાનિક સત્તા
ધારાસભાની વૈધાનિક સત્તા
કારોબારીની કારોબારી સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ક્રાન્તિવીરોને સખત સજા ફરમાવનાર ન્યાયાધીશ ___ ની હત્યા કરવાના આશયથી પ્રફુલ્લ ચાકી તથા ખુદીરામ બોઝે એક અંગ્રેજની બગી ઉપર તે ન્યાયાધીશની બગી છે તેમ સમજીને બોમ્બ ફેંક્યો હતો.

ચાર્લ્સ બ્રેડલો
કિંગ્સ ફોર્ડ
લૉર્ડ ડફરી
રીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP