GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી. 2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી. 3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી. 4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કૃષ્ણદેવ રાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યાં હતાં ? I. વિઠ્ઠલસ્વામી મંદિર II. હજારા રામાસ્વામી મંદિર III. શ્રી રંગનાથ મંદિર IV. કૈલાશનાથ મંદિર
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી. 2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે. 3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે. 4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી. 2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે. 3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.