GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે.
1. ભાવ સ્તરમાં વધારો
2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ
3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ
4. કરવેરાની આવકમાં ઘટાડો

માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ક્ષ-કિરણો (X-rays) – હવાઈમથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
2. ગામા કિરણો – કેન્સર અને ગાંઠના ઈલાજમાં રેડીયોથેરાપીમાં ઉપયોગમાં લેવાય છે.
૩. રેડિયો તરંગો – રાત્રિ દૅશ્ય કેમેરા (Night Vision Cameras)માં ઉપયોગમાં લેવાય છે.
4. દશ્ય તરંગો - તેની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ.

માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અનુત્પાદકીકરણ (Sterilization) શબ્દ દ્વારા RBI ___ નો સંદર્ભ કરે છે.

અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી
અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી
અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાધને (high fiscal deficit) નિયંત્રિત કરવાની કામગીરી
ચાલુ ખાતાની મોટી ખાધ (high current account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.

1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તે વાવણી પહેલાથી શરૂ કરી લણણી પછીના સમય સુધીના કુદરતી, અટકાવી ન શકાય તેવા જોખમો સામે વ્યાપક રક્ષણ પૂરું પાડે છે.
2. આ વીમા કવચ જંતુઓનો હુમલા તથા રોગોને આવરી લેતું નથી.
3. આ યોજનાએ આપણા દેશના કુલ પાક વિસ્તારના વીમા કવચને 23% થી વધારીને 50% સુધીનું કર્યું છે.

માત્ર 1
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
“વીડાલ ટેસ્ટ” (Widal Test) નીચેના પૈકી કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે ?

ટાઈફોઈડ
કોલેરા
એન્થ્રેક્સ
કાલા અઝાર (Kala Azar)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP