GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વન વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. વન્યજીવ અભયારણ્ય ચોક્કસ પ્રજાતિઓના સંરક્ષણ માટેનું ગણી શકાય.
2. રાષ્ટ્રીય ઉદ્યાન થોડીક પ્રજાતિઓ માટે જ નહિ પરંતુ સંપૂર્ણ નિવસન તંત્રના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
3. આરક્ષિત વનમાં જાહેર જનતા માટે ઈમારતી લાકડું એકત્રિત કરવા પર અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે.
4. સુરક્ષિત વનમાં સરકાર જાહેર જનતાને બળતણ એકત્રિત કરવા તથા ઢોર ચરાવવાની મંજૂરી આપે છે.

1, 2, 3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય ___ દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ
સેન્દ્રીય ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
2014 માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol) માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

આબોહવા પરિવર્તન
પરમાણુ સંધિ
ગરીબી નાબૂદી
જૈવ વૈવિધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. સિદ્દી (Siddi)
2. કોલઘા (Kolgha)
3. પઢાર (Padhar)
4. પટેલીયા (Patelia)
યાદી-II
a. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ
b. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી (Primitive) આદિમ આદિજાતિ
c. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સ્થિત છે.
d. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતી આદિજાતિ

1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - d‚ 2 - c, 3 - b, 4 - a
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - b, 2 - a, 3 - c, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. બેક્ટેરીયા માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment) માં રહી શકે છે.
2. વાઈરસ પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
૩. વાઈરસથી થતું સંક્રમણ (Viral infection) ચેપી હોય છે જ્યારે બેક્ટેરીયા થી થતું રોગસંક્રમણ (bacterial infection) ચેપી હોતું નથી.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

કેન્દ્ર સરકારે પરિવાર પેન્શન માટેની ટોચ મર્યાદામાં પ્રતિમાસ રૂા. 45,000 થી રૂા. 1,25,000 નો વધારો મંજૂર કર્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
જો પતિ અને પત્ની બંને સરકારી કર્મચારીઓ હોય અને સનદી સેવા નિયમો હેઠળ હોય ત્યારે, તેઓના મૃત્યુ વખતે હયાત બાળક બે પરિવાર પેન્શનો માટે લાયક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP