GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કરવેરાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. કંપની અધિનિયમ, 2019 હેઠળ ભારતમાં નોંધાયેલી ખાનગી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી છે.
2. કંપની અધિનિયમ, 2019 હેઠળ નોંધાયેલી સરકારી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી નથી.
3. શૂન્ય કર કંપનીઓ (Zero-Tax Companies) ઉપર તેઓના બુક પ્રોફીટ (Book Profit)ના 18.5% ન્યૂનતમ વૈકલ્પિક કર લગાડવામાં આવે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પંચાયત રાજ પ્રણાલી બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પી. કે. થંગન સમિતિ – જીલ્લા કલેક્ટર જીલ્લા પરિષદના મુખ્ય કારોબારી અધિકારી હોવા જોઈએ.
2. વી. એન. ગાડગીલ સમિતિ – પંચાયત રાજ પ્રણાલીની મુદત ત્રણ વર્ષની હોવી જોઈએ.
3. જી. વી. કે. રાવ સમિતિ – જીલ્લા વિકાસ કમિશ્નરના હોદ્દાનું નિર્માણ કરવું જોઈએ.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ભારતમાં નોંધણી થયેલા જાહેર અથવા ખાનગી હોસ્પીટલોમાં ગૌણ (secondary) અને ત્રીજી (tertiary) સંભાળના હોસ્પીટલાઈઝેશન માટે પ્રતિ વર્ષે પરિવારદીઠ રૂા. 5 લાખના કવરની જોગવાઈ કરે છે.
2. તે પ્રી-હોસ્પીટલાઈઝેશનના ત્રણ દિવસ સુધીના અને પોસ્ટ હોસ્પીટલાઈઝેશનના 15 દિવસ સુધીના નિદાનલગત અને દવાઓના ખર્ચને આવરી લે છે.
3. આ યોજનાના લાભો સુવાહ્ય (portable) છે એટલે કે લાભાર્થી કેશલેશ (Cashless) સારવાર મેળવવા માટે ભારતમાં ગમે તે નોંધણી થયેલી જાહેર અથવા ખાનગી હોસ્પીટલમાં જઈ શકે છે.
4. જાહેર હોસ્પીટલોને ખાનગી હોસ્પીટલોની જેમ સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ માટે કોઈ વળતર મળતું નથી.

ફક્ત 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
સામાન્ય રીતે સમુદ્રો પર સમપાત રેખાઓ સીધી હોય છે પરંતુ સમુદ્ર કિનારા પાસે ભૂમિખંડોમાં પ્રવેશતા તે વળાંક લે છે.
ઉત્તર ગોળાર્ધ કરતાં દક્ષિણ ગોળાર્ધમાં સમતાપ રેખાઓ વધુ સીધી અને સરળ છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા ભીમદેવ પહેલાના સમય દરમિયાનના પ્રસિધ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે ?
1. સોમનાથનું નવું મંદિર
2. આબુ પરની વિમલ વસતિ
3. મોઢેરાનું સૂર્યમંદિર

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP