GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ યોજના હેઠળ આવાસનું લઘુત્તમ કદ 20 ચો.મી. થી વધારીને 25 ચો.મી. કરવામાં આવ્યું છે. 2. સાદા વિસ્તારોમાં (plain) એકમ સહાયતા રૂા. 70,000 થી વધારીને રૂા. 1,20,000 કરવામાં આવી છે અને પહાડી રાજ્યોમાં તે રૂા. 75,000 થી વધારીને 1,30,000 કરવામાં આવી છે. 3. સાદા વિસ્તારોમાં એકમ સહાયતાની કિંમત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 50:50 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે અને ઉત્તરીય અને હિમાલીય રાજ્યમાં તે 60:40 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ બેંકના સાઉથ એશિયા ઈકોનોમીક ફોકસ સ્પ્રીંગ 2021 રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અહેવાલે નાણાકીય વર્ષ 2021-2022 માટે ભારતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન (GDP) ની વૃધ્ધિ 7.5% થી 12.5% ની શ્રેણીમાં રહેવાનું અનુમાન કર્યું છે. 2. નાણાકીય વર્ષ 2021-2022 માટે દક્ષિણ એશિયન જૂથનો ગરીબીનો દર 6% થી 9% સુધીનો રહેવાનું અનુમાન કર્યું છે. 3. નાણાકીય વર્ષ 2023-2024 સુધીમાં ભારતનો ગરીબીનો દર 2% થી 4% ની વચ્ચે રહેવાનો અનુમાન કર્યું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કર-મહેસૂલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કર સરકારી પ્રવૃત્તિઓને ભંડોળ પુરૂ પાડવા માટે વ્યક્તિઓ અને કોર્પોરેશનો પાસેથી વસુલાતી સ્વૈચ્છિક ફી છે. 2. કુલ ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) ટકાવારી તરીકે કુલ કર મહેસૂલ સરકાર દ્વારા કરવેરાઓ મારફતે ઉઘરાવવાનો દેશના ઉત્પાદનનો હિસ્સો સૂચવે છે. ૩. કર-મહેસૂલ આવકવેરો, કોર્પોરેશન વેરો, સીમા શુલ્ક, સંપત્તિ વેરો, જમીન મહેસૂલ ઉપર વેરો વિગેરેના ઉઘરાણાનો સમાવેશ કરે છે.