GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં સરોવરો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ક્ષેત્રફળના સંદર્ભમાં ‘સરદાર સરોવર’ ભારતમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું સરોવર છે.
2. ભારતમાં વુલર સરોવર તાજા પાણીનું સૌથી મોટું સરોવર છે.
3. હમીરસર તળાવ ગુજરાતમાં કુદરતી સરોવરો પૈકીનું એક છે.
4. કેરળનું વેમ્બન્ડુ (Vembanad) સરોવર ભારતમાં સૌથી ઊંચુ સરોવર છે.

1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.

માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે.
II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે.
III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે.
IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

ફક્ત I, II અને III
ફક્ત I અને IV
ફક્ત II, III અને IV
I, II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રીય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રીય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો ?

અગિયારમી યોજના
નવમી યોજના
દસમી યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે.
આપેલ પૈકી કોઈ નહીં
શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે.
સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈગલા (Igla) મિસાઈલ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ઈગલા (Igla) જમીનથી હવાનું રશીયન મેન પોરટેબલ ઈન્ફારેડ હોમીગ મિસાઈલ છે.
આપેલ પૈકી કોઈ નહીં
તે ટૂંકી અવધિનું રશિયન મૂળનું મિસાઈલ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP