GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાણા વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગીત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી.
2. રાષ્ટ્રપતિ નાણા વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે.
3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી.
4. નાણા વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત “પોકેટ વીટો” (pocket veto) સત્તા વાપરી શકે છે કારણ કે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકતાં નથી.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ટ્રીબ્યુનલો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. ટ્રીબ્યુનલોની સ્થાપના માટેની જોગવાઈ કરવા ફક્ત સંસદ જ અધિકૃત છે.
2. રાજ્ય સરકારના કર્મચારીઓની ભરતી અને તમામ સેવા લગતી બાબતોના સંબંધે રાજ્ય વહીવટી ટ્રીબ્યુનલો મૂળ ન્યાય ક્ષેત્ર (original jurisdiction) ભોગવે છે.
3. બંધારણ અનુસાર કેન્દ્ર માટે ફક્ત એક અને દરેક રાજ્ય અથવા બે કે તેથી વધુ રાજ્યો માટે એક ટ્રીબ્યુનલની સ્થાપના કરી શકાશે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતીય સેનાના તાજેતરમાં માનવરહિત હવાઈ વાહનો (UAVs) સંબંધીત લીઝ-સમજૂતી (lease agreement) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારતે ઈઝરાયલમાંથી 4 હિરોન UAVs લીઝ કરવા માટેની સમજૂતી કરી છે.
2. આ UAVs ભારત-પાકિસ્તાન સીમા ઉપર કામે લગાડવામાં આવશે.
3. આ લીઝ-સમજૂતી 5 વર્ષના સમયગાળા પૂરતી જ માન્ય રહેશે.

ફક્ત 1
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ (ISRO) સફળતાપૂર્વક કૃત્રિમ છિત્ર રડાર (synthetic aperture radar), NISAR, વિકસાવ્યું છે.
2. તે ભારત અને રશીયા માટેના સંયુક્ત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ મિશન (Joint Earth Observation Satellite Mission) માટે ઉપયોગમાં લેવાશે.
3. NISAR આપણા ગ્રહની સપાટીમાં ફેરફાર માપવા માટે બે જુદાં રડાર આવર્તનો (radar frequencies) L-બેન્ડ અને S-બેન્ડનો ઉપયોગ કરનાર પ્રથમ ઉપગ્રહ મિશન છે.
4. આ રડાર કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં કોઈપણ સમયે ઉચ્ચ ગુણવત્તાવાળી છબીઓનું નિર્માણ કરવા સક્ષમ છે.

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ___ હોય છે.

સબસીડી
સામાજીક સેવાઓનો ખર્ચ
સંરક્ષણ ખર્ચ
વ્યાજની ચૂકવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આનુવંશિક રોગો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. થેલેસેમિયા આનુવંશિક રોગ છે.
2. અલ્ઝાઈમર રોગ બહુઘટકીય આનુવંશિક વારસો છે.
3. રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈપણ ફેરફારને કારણે થાય છે.
4. પરિવારના માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફિલિયા સિન્ડ્રોમના વાહકો છે.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP