GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક ___ રાજ્યમાં સ્થપાશે.

નિઝામાબાદ, તેલંગાણા
વિદર્ભ, મહારાષ્ટ્ર
કચ્છ, ગુજરાત
બોલસાર, ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે.
2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે.
3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા (Snow line) પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને ___ કહેવાય છે.

હિમનદી
હિમપ્રપાત
પ્રચંડ ઝંઝાવાત
હિમશિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?

ડોલોમાઈટ
શેલ (Shale)
કોલસો
રેતી પથ્થર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સીધા વિદેશી રોકાણો (FDI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પદ્ધતિ છે.
આપેલ બંને
અસુચિબદ્ધ (unlisted) કંપનીમાં કોઈપણ રોકાણને પણ FDI તરીકે ગણી શકાય.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP