GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કમ્પ્યુટરમાં “કુકીઝ” (Cookies) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. HTTP કુકીઝ વેબ ડેવલપરોને વધુ વ્યક્તિગત અને સુગમ વેબસાઈટ મુલાકાત આપવામાં મદદ કરે છે. 2. કુકીઝ અંગત માહિતીનો દટાયેલો ખજાનો પણ હોઈ શકે પરંતુ તે ગુનેગારોને તેની જાસુસી કરવા દેતું નથી. 3. તમે જ્યારે નવી વેબસાઈટની મુલાકાત લો ત્યારે તમને ઓળખી શકાય તે માટે કુકીઝ બનાવવામાં આવે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કેબીનેટ સબ કમિટીના ભલામણોને આધારે નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ કરીને ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો' કાર્યક્રમનો વ્યાપ વધારવામાં આવ્યો છે ? 1. ગામના જાહેર રસ્તાઓ ઉપર એલ.ઈ.ડી. લાઈટના કામો. 2. જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામો. ૩. ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓમાં ટેલીવીઝન પૂરાં પાડવા.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઓપ્ટિકલ ફાઈબર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઓપ્ટિકલ ફાઈબર મોટા ભાગે અવાજનું વહન કરવા માટે વપરાય છે. 2. ઓપ્ટિકલ ફાઈબરમાં સંસેતોનું પ્રસારણ સંપૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા થાય છે. 3. ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ દૂરસંચાર અને કમ્પ્યુટર નેટવર્કીંગ માટેના માધ્યમ તરીકે થાય છે.