GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિધ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે. 2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે. 3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે. 2. સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયાં બાદ જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ. 3. સંસદની મંજૂરી અપાયા પહેલાં, રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પરંતુ તેને બરતરફ (dismiss) કરી શકતા નથી.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
1851 થી 1880 ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી. 2. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં. 3. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો.