GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતના જળ સ્ત્રોતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. રાજ્ય દેશમાં ઉપલબ્ધ જળના માત્ર 2% જેટલું જ સપાટી પરનું જળ ધરાવે છે.
2. ગુજરાતનો 55% પ્રદેશ પાણીની તંગીવાળો વિસ્તાર છે.
3. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 45% પ્રદેશ વધારાનું જળ (અધિશેષ) (surplus) છે.
4. સાબરમતી અને સરસ્વતી નદીઓનું આંતરિક જોડાણ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

ફક્ત 1
ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite) ભારતીય ખંડના હિમાલય પટ્ટા ઉપરના વાતાવરણીય બરફના વિતરણનો અનન્ય અભ્યાસ કરશે.
આપેલ પૈકી એક પણ નહીં
આઈસ ક્યુબ ઉપગ્રહ (Ice Cube satellite)નું પ્રશેપણ ISRO દ્વારા કરવામાં આવ્યું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પૂર્વ લદાખમાં પેગોંગ સરોવર માટે 12 પેટ્રોલીંગ હોડીઓના નિર્માણ માટે ભારતીય સૈન્યએ ___ સાથે સમજૂતી કરી છે.

રાજકોટ શીપ બિલ્ડર્સ
મઝગાંવ ડોક શીપ બિલ્ડર્સ
આપેલ પૈકી એક પણ નહીં
ગોવા શીપયાર્ડ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
V એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% ના વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે રૂ. 487.20 ચૂકવે, તો તે રકમ કેટલી હશે ?

રૂ. 8,000
રૂ. 6,400
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 7,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP