GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારતનું નાણાંપંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે. 2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણે સંસદને અધિકૃત કરે છે. 3. સુદ્રઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. 2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે. 3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ? I. બિંદુસાર - અમિત્રાઘાટ II. સમુદ્રગુપ્ત - પરાક્રમક III. કુમારગુપ્ત - મહેન્દ્રદિત્ય IV. સ્કંદગુપ્ત - કર્માદિત્ય
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારત સરકાર અધિનિયમ, 1919 વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ 1919 માં ઘડવામાં આવ્યો હતો અને 1921 માં અસ્તિત્વમાં આવ્યો હતો. 2. તેના દ્વારા કેન્દ્ર અને પ્રાંતની બાબતો અલગ થવાથી પ્રાંતો ઉપર કેન્દ્રનું નિયંત્રણ હળવું થયું. 3. તેમ છતાં આ અધિનિયમે પ્રાંતીય સૂચિ વિશે કાયદા ઘડવા કેન્દ્રીય ધારાસભાને હજુ પણ અધિકૃત કરી હતી. 4. આ અધિનિયમને પ્રાંતીય યાદી વિશે કાયદા ઘડવા માટે પ્રાંતીય ધારાસભાને અધિકૃત કરી ન હતી.