GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચક્રવાતો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉષ્ણ કટિબંધના તોફાની ચક્રવાતો હરિકેન કે ટાઈફૂન તરીકે ઓળખાય છે. 2. મેક્સિકોના એટલાંટિક કિનારા પાસે નિર્માણ થતાં ચક્રવાત હરિકેન તરીકે ઓળખાય છે. 3. ભારતના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા ચક્રવાતો ‘‘વિલી-વિલી’’ તરીકે પણ ઓળખાય છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત સરકારના વટહુકમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. જો સંસદ વટહુકમ ઉપર કોઈ જ કાર્યવાહી હાથ ના ધરે તો તે સંસદના ફરીથી મળવાના એક મહીનો સમાપ્ત થયેથી કાર્યાન્વિત થતો બંધ થાય છે. 2. જો સંસદના બંને ગૃહો તેને નામંજૂર કરે તો વટહુકમ નિયત સમયમર્યાદા કરતાં પહેલા પણ કાર્યાન્વિત થતો બંધ થાય છે. 3. રાષ્ટ્રપતિ પાસે વટહુકમને તેની સમાપ્તિ પહેલાં પાછુ ખેંચી લેવાનો અધિકાર નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી. 2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે. 3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે. 4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.