GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ?

રાયસીંગભાઈ ચૌધરી
કોટલા મહેતા
અમરસિંહ ગામીત
ગોવિંદભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક 8 સેમી લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની ત્રણ જોડ લીલા, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે કે જેથી પ્રત્યેક જોડમાંની દરેક સપાટી સમાન રંગની હોય. હવે તે સમધનને કાપી નાના નાના અને એક સરખી 2 સેમી લંબાઈના સમઘનો બનાવવામાં આવે છે. તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય તેવા કેટલા નાના સમઘન હશે ?

8
આપેલ પૈકી એક પણ નહીં
4
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કોઈ ત્રણ એક ચોક્કસ રીતે સરખા છે અને એક સમૂહ બનાવે છે. તે પૈકી કયો વિકલ્પ તે સમૂહમાં આવતો નથી ?

લાલ રંગનું બોક્સ 231
નારંગી રંગનું બોક્સ 121
કાળા રંગનું બોક્સ 101
પીળા રંગનું બોક્સ 191

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી.
2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે.
3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો / કયા અધિકારી / અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો ?
I. સમાહર્તા
II. સન્નિધાતા
III. કુમારમાત્ય
IV. અંતપાલ

ફક્ત I અને III
ફક્ત II
ફક્ત I અને IV
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP