GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રમેશે તેની કંપનીના પાંચ ઉપ પ્રમુખોના માસિક પગારનું વિશ્લેષણ કર્યું. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂ. 5 લાખ છે તથા તેનો એકમાત્ર બહુલક રૂ. 8 લાખ છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુતમ પગાર (રૂ. લાખમાં) નો સરવાળો દર્શાવે છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે. 2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે. 3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો : 1998 માં તમામ બાબતો પરનો ખર્ચ 2002 માં થયેલ કુલ ખર્ચના આશરે કેટલા ટકા છે ?