GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે.
જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત I અને III
ફક્ત II અને III
ફક્ત III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારતનું નાણાંપંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે.
2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણે સંસદને અધિકૃત કરે છે.
3. સુદ્રઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ?
I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ
II. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદ
III. ગાયકવાડ પૅલેસ, વડોદરા
IV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ

ફક્ત II અને III
ફક્ત II અને IV
ફક્ત I અને II
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વડી અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનો ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી કરવામાં આવે છે.
2. વડી અદાલતના કર્મચારી વર્ગના પગાર, ભથ્થા તેમજ પેન્શન તથા વહીવટી ખર્ચા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી આવકારવામાં આવે છે.
3. વડી અદાલતના નિવૃત ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલત સિવાયની અન્ય કોઈ અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મોહેં-જો-ડરો માંથી મળી આવેલાં દાઢીવાળા પુરૂષની અર્ધ-પ્રતિમા ___ ની બનેલી છે.

રેતીનો પથ્થર (સેન્ડસ્ટોન)
પકવેલી માટી (ટેરાકોટા)
રેડ સ્ટોન
સ્ટીટાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP